શાસ્ત્રોમાં જણાવેલ ચોસઠ પ્રકારની કલા
अगस्त 22, 2018
0
શાસ્ત્રોમાં જણાવેલ ચોસઠ પ્રકારની કલા નીચે પ્રમાણે છે:
(૧) ગીત (ગાવું).
(૨) વાદ્ય (બજાવવું).
(૩) નૃત્ય (નાચવું).
(૪) નાટય (અભિનય કરવા).
(૫) આલેખ્ય (ચીતરવું).
(૬) વિશેષકચ્છેદ્ય (તિલકનો સંચો બનાવવો).
(૭) તંડુલ-કુસુમાવલિ-વિકાર (ચોખા અને ફૂલોનો ચોક પૂરવો).
(૮) પુષ્પાસ્તરણ (ફૂલોની સેજ બનાવવી).
(૯) દશનવસનાંગરાગ (દાંત અને અંગોને રંગવાની વિધિ જાણવી).
(૧૦) મણિભૂમિકાકર્મ (ઋતુને અનુકૂળ ઘર ચણવું).
(૧૧) શયનરચના (પલંગ બિછાવવો).
(૧૨) ઉદકવાદ્ય (જલતરંગ બજાવવું).
(૧૩) ઉદકઘાત (ગુલાબદાની વાપરવાની વિદ્યા).
(૧૪) ચિત્રયોગ (અવસ્થા પરિવર્તન કરવી એટલે કે જુવાનને બુઢ્ઢો કે બુઢ્ઢાને જુવાન બનાવવો).
(૧૫) માલ્યગ્રંથન વિકલ્પ (દેવપૂજાને માટે કે પહેરવાને માટે માળા ગૂંથવી).
(૧૬) કેશશેખરાપીડ યોજન (શિખર ઉપર ફૂલોથી અનેક જાતની રચના કરવી કે માથાના વાળમાં ફૂલ લગાવી ગૂંથવું).
(૧૭) નેપથ્યયોગ (દેશકાળ અનુસાર વસ્ત્ર, આભૂષણ વગેરે પહેરવાં).
(૧૮) કર્ણપત્ર ભંગ (કાને પહેરવા માટે કર્ણફૂલ વગેરે આભૂષણ બનાવવાં).
(૧૯) ગંધયુક્તિ (સુગંધી પદાર્થ બનાવવાં).
(૨૦) ઇંદ્રજાલ (જાદુગરીના પ્રયોગો).
(૨૧) કૌચમારયોગ (કદરૂપાને સુંદર બનાવવું).
(૨૨) ભૂષણ યોજના (ઘરેણાં પહેરવાની પદ્ધતિ).
(૨૩) હસ્તલાઘવ (હાથની ચાલાકી).
(૨૪) ચિત્રશાકાપૂપભક્ષ્ય વિકાર ક્રિયા (અનેક જાતનાં શાક તથા માલપૂઆ વગેરે ખાવાના પદાર્થ બનાવવા).
(૨૫) પાનકસરાગાસવયોજન (અનેક જાતનાં શરબત, અર્ક અને શરાબ વગેરે બનાવવાં.)
(૨૬) સૂચીકર્મ (સીવવું).
(૨૭) સૂત્રકર્મ (સીવણકામ).
(૨૮) પ્રહેલિકા (બીજાને બોલતો બંધ કરવા માટે ગૂંચવણ ભરેલા પ્રશ્નો પૂછવા).
(૨૯) પ્રતિમાલા (અંત્યાક્ષરી કહેવી).
(૩૦) દુર્વાચકયોગ (કઠિન પદો અને શબ્દોના અર્થ કાઢવા).
(૩૧) પુસ્તકવાચન (સ્પષ્ટ રીતે પુસ્તકનું વાચન કરવું).
(૩૨) કાવ્યસમસ્યાપૂર્તિ (કવિતાની પાદપૂર્તિ કરવી).
(૩૩) પટ્ટિકાવેત્રગણવિકલ્પ (દોરી કે નેતરથી ભરવું ) .
(૩૪) નાટિકાખ્યાયિકા-દર્શન (નાટક જોવું ને બતાવવું).
(૩૫) તર્કકર્મ (દલાલ કરવી).
(૩૬) તક્ષણ (સુતાર તથા કડિયાનું કામ).
(૩૭) વાસ્તુવિદ્યા (ઘર બનાવવું).
(૩૮) રૂપ્યરત્નપરીક્ષા (સોના, ચાંદી તથા રત્નોની પરીક્ષા).
(૩૯) ધાતુવાદ (કાચી ધાતુ સાફ કરવી).
(૪૦) મણિરાગજ્ઞાન (રત્નોના રંગ જાણવા).
(૪૧) આકારજ્ઞાન (ખાણની વિદ્યા).
(૪૨) વૃક્ષાયુર્વેદયોગ (વૃક્ષનું જ્ઞાન, ચિકિત્સા તથા રોપવાની વિધિ).
(૪૩) મેષકુક્કુટલાવકયુદ્ધ વિધિ (મરઘાં, કુકડાં લાવક વગેરે પક્ષીને લડાવવાની ક્રિયા).
(૪૪) શુકસારિકા આલાપન (પોપટ, મેના પઢાવવાં).
(૪૫) ઉત્સાહન (શરીર ચોળવું).
(૪૬) અક્ષરમુષ્ટિકાકથન ( કરપલ્લવી).
(૪૭) કેશમાર્જન (કુશળતાથી વાળ ઓળવા તથા તેલ નાખવું).
(૪૮) મ્લેચ્છિતકલા વિકલ્પ (મ્લેચ્છ અથવા વિદેશી ભાષાઓ જાણવી).
(૪૯) દેશી ભાષાજ્ઞાન (પ્રાકૃતિક બોલીઓ જાણવી).
(૫૦) પુષ્પશકટિનિમિત્તજ્ઞાન (વાદળાં ગાજવાં, વીજળી ચમકવી વગેરે દૈવી લક્ષણ જાણીને આગામી ભાખવી).
(૫૧) યંત્રમાતૃકા (યંત્રનિર્માણ).
(૫૨) ધારણમાતૃકા (સ્મરણશક્તિ વધારવી).
(૫૩) પાઢ્ય (કોઇને બોલતું ગાતું સાંભળી તે પ્રમાણે બોલવું ગાવું).
(૫૪) માનસી કાવ્યક્રિયા (મનમાં કાવ્ય કરીને શીધ્ર કહેવું).
(૫૫) ક્રિયાવિકલ્પ (ક્રિયાનો પ્રભાવ બદલવો).
(૫૬) છલિતકયોગ (છલ કે ધૂર્તતા કરવી).
(૫૭) અભિધાન કોષ (છંદોનું જ્ઞાન).
(૫૮) વસ્ત્રગોપન (વસ્ત્રોની રક્ષા કરવી).
(૫૯) દ્યુતવિશેષ (જુગાર રમવો).
(૬૦) આકર્ષણક્રીડા ( પાસા વગેરે ફેંકવા).
(૬૧) બાળક્રિડા કર્મ (બાળકને રમાડવું).
(૬૨) વૈનાયકી વિદ્યાજ્ઞાન (વિનય, શિષ્ટાચાર, ઇલ્મ વગેરે કરવા).
(૬૩) વૈજયિકી વિદ્યાજ્ઞાન (જય મેળવવાને માટે જાણવાની ક્રિયા. જેમકે, શિકાર, લશ્કરી તાલીમ વગેરે).
(૬૪) વૈતાલિકી વિદ્યાજ્ઞાન (રાગ, પાઘ, પરખ, નાડી, ન્યાય, તરવું, તંતરવું અને ચોરી કરવી).
(સંદર્ભ - #ભગવદ્ગોમંડલ)
સૌજન્ય : go to the page
https://m.facebook.com/ગુલાટી-999854216752459/?ref=bookmarks
Tags
Thank you for comments