આજનો ઇતિહાસ ...

Kundan
0

         અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખપદના બે ઉમેદવારો વરચે ટીવી પર જાહેર ચર્ચા થઈ હતી ૨૬ સપ્ટેમ્બર, ૧૯૬૦ના દિવસે પહેલી વાર અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખપદના બે ઉમેદવારો વચ્ચે સીધી જાહેર ચર્ચા થઈ ટીવી પર જાહેર ચર્ચા એ નક્કી કરવામાં મદદ કરે છે કે દેશ માટૅ યોગ્ય કોણ છે? જહોન એફ કેનેડી અને રિચર્ડ નિકસન વચ્ચેની આ પહેલી જાહેર ચર્ચાને અમેરિકામાં સાત કરોડ લોકોએ જોઈ હતી.
           પહેલી અને એ પછી ત્રણ જાહેર ચર્ચામાં યુવા કૅનેડીં ભારે પડ્યા. ટીવી દ્વારા કૅનેડીને એવી સફળતા મળી કે તેમણે ઉપરાષ્ટૂપ્રમુખ નિકસન જેવા અનુભવી નેતાને હરાવી દીધા. કેનેડી ટીવીંની તાકાતને ઓળખી ચૂકયા હતા. તેઓ દરેક વખતે આનો ઉપયોગ કરવા લાગ્યા. તેમણે દુનિયાભરના નેતાઓને પણ ટીવી દ્વારા વાત કરવાનું શીખવાડચું. જોકે કેનેડીની ઓફિસ લાંબો સમય ન ચાલી… જાન્યુઆરી ૧૯૬ ૧માં રાષ્ટ્રપમુખનું પદ સંભાળનાર કૅનેડીની ૧૯૬૩માં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી.
             આજે દુનિયાભરના નેતા ટીવી દ્વારા જનતા સાથે સંવાદ કરે છે. અમેરિકા, જર્મની, ફ્રાન્સ, બ્રિટન, કેનેડા, ઑસ્ર્ટુલિયા, બ્રાઝિલ, મેક્સિકો, કૈન્યા, અપ્ય્પ્રલેન્ડ, માલ્ટપ્, નેધરલેન્ડ્રા અનેં ન્યૂઝીલેન્ડમાં તો સંસદની ચૂંટણી અગાઉ મુખ્ય ઉમેદવારો વચ્ચે કાયદેસર ટીવી પર જાહેર ચર્ચાની પરંપરા છે. તેના આર્થિક, સામાજિક, નૈતિક અને વિદેશ નીતિ પર પોતાનો દંપ્ટિકોણ જનતાની સામે રાખે છે. જનતા આ જાહેર ચર્ચાથી નક્કી કરે છે કે કયો નેતા દેશનું સૌથી સારુ પ્રતિનિધિત્વ કરશે.

एक टिप्पणी भेजें

0टिप्पणियाँ

Thank you for comments

एक टिप्पणी भेजें (0)