The first web site in the world દુનિયાની સર્વપ્રથમ વેબસાઈટ કઈ હતી ? આજે ઈન્ટરનેટમા બદી મળીને કેટલી વેબસાઈટ્સ છે ?

Kundan
0
 
ઇન્ટરનેટના  World wide Web /www કહેવાતા વૈસ્વીક નેટવર્કનો આઇડિઆ જના ફળદ્રુપ દિમાગમાં સ્ફૂયા તે બ્રિટિશ નિષ્ણાત ટિમ બર્નર્સ-લીએ જગતની પહેલવહેલીં વેબસાઇટ (www.info.cern.ch) ઑગસ્ટ, ૧૯૮૯ના અરસામાં તૈયાર કરી હતી. બર્નર્સ-લી યુરોપી દેશ સ્વિટ્ઝરલેન્ડના જિનિવામાં આવેલા CERN નામના પાર્ટિકલ એક્સેલરેટરની વૈજ્ઞાનિક ટુકડીનો સભ્ય હતો. CERN સાથે સંકળાયેલા જગતના વિવિધ દેશોના વિજ્ઞાનીઓ વરચે માહિતીનું આદાનપ્રદાન સરળ રીતે થઇ શકે એ ખાતર તેણે પોતાના ડેસ્ક ટોપ  કોમ્પુટર વડે www.info.cern.ch વેબસાઇટ બનાવી હતી. આ ઐતિહાસિક કોમ્પુટર આજે પણ સર્નના મિયૂજીમ મા સચવાધેલું પડયું છે. પહેલી વેબસાઇટ ૧૯૮૯માં
બની ત્યાર બાદ ૧૯૯૪માં Yahoo, ૧૯૯૫માં Amazon, ૧૯૯૮માં Google, ૨૦૦૦માં ‘સફારી’ મેગેઝીનની વેબસાઇટ www.safari-india.com, ૨૦૦૧માં Wikipedia, ૨૦૦૪માં Facebook, ૨૦૦૫માં Youtube વગેરે જેવી અનેક વેબસાઇટ્સ ઇન્ટરનેટમાં ઉમેરાતી રહી અને ૨૦૧૪માં તો કુલ સ્કોર ૧ અબજને પાર કરી ગયો. ત્યારે જુમલો ૧,૧ ૬,૨૩,૫૧,૫૦૦ સુધી પહોંચ્યો છે. આ વાંચી રહ્યા છો ત્યારે આંકડો હજી જરા મોટો થયાનું નક્કી માનજો.  
 
 
પોષ્ટ વાંચવા બદલ તમારો આબાર આવી જ વધારે પોષ્ટ માટે આપ સૌ અમારા blog ને વિઝીટ કરી શકો છો. પોસ્ટ ગમી હોય તો  મિત્રો સાથે પણ Share કરજો...કુંદન

एक टिप्पणी भेजें

0टिप्पणियाँ

Thank you for comments

एक टिप्पणी भेजें (0)