હવે ભારતીયો માટે અવકાશની સફર હકીકત બનશે ..

Kundan
0
ભારતની અવકાશ સંશોધન ઇન્ડિંયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન‘ઇસરો’એ વર્ષ ૨૦૨૨ સુધીમાં કોઈ ભારતીયને અવકાશની સફર કરાવવાનું સ્વપ્ન સાકાર કરવાની નેમ વ્યક્ત કરી છે… ત્યારે દસ હજાર કરોડના મહત્વાકાંક્ષી ગગનયાન પ્રોજેક્ટ સાથે સંકળાયેલી કેટલીક મહત્ત્વની બાબતોને જાણતી જરૂરી બની જાય છે. ઇસરોના પ્રથમ એવા સમાનવ સ્પેસ મિશન ગગનયાન માટે ગત મહિને ઇસરોએ કરેલા પ્રથમ ટેસ્ટ સફળ રહ્યા હતા. ઔપચારિક રીતે આ મિશન ૨૦૨૨ સુધીમાં શરૂ થઈ જશે અને જો તેમા… સફળતા મળશે તો અમેરિકા, રશિયા અને ચીન પછી અવકાશમાં માનવ મોકલવાનું બહુમાન મેળવનારો ભારત ચોથો દેશ બની જશે. આ માટૅ બેન્ગલુરૂ માં અવકાશયાત્રીઓને તાલીમ આપવા માટૅ ઇસરો સંપૂર્ણસુવિઘાયુક્ત ટ્રેનિંગ સેન્ટર શરૂ કરશે. સપ્ટેમ્બર ૨૦૧૪થી મંગળની ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરતા માર્સ ઓબિંટર મિશન પ્રોજેક્ટ મંગલયાન અને ભારતના પ્રથમ ચંદ્ર ખોજ અભિયાન ચંદ્રયાન 1 સાથે હવે ગગનયાન પણ જોડાશે. ભારતીય હવાઈદળના પૂર્વ પાઇલટ તેમજ ઇન્ટરકોસ્મોસ પ્રોગ્રામ અંતર્ગત અવકાશમથક્ સોયુઝ ટી-11 સુધી પહોંચનારા ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માએ આ મિંશનને આવનારા સમયની મહત્ત્વપૂર્ણ ઘટના લેખાવી છે. ઇસરોએ તેના ખૂબ જ શક્તિશાળી રોકેટ જીએસએલવીં માર્ક-૩ મારફતે શ્રીહરિંકોટા ખાતેથી ગગનયાન સ્પેસ કેપ્સુલને પૃથ્વીની ભ્રમણકક્ષા સુધી પહોંચાડવાનું પ્લાનિંગ કર્યુ છે. પોતાના સર્વપ્રથમ મિશનમા ત્રણ અવકાશયાત્રીના ક્રૂ મેમ્બર સાથે 3.7 ટન વજન ધરાવતી સ્પેસ ક્રેપ્સ્યુલ ઘરતીથી 400 કિ.મી.ની ઊંચાઈએ સાત દિવસ સુધી પૃથ્વીની ભ્રમણકક્ષામાં ચક્કર લગાવશે. સ્પેસ ક્રેપ્સ્યુલના આ મોડ્યુલનું ઉત્પાદન બેંગ્લુરૂ સ્થિત હિન્દુસ્તાન એરોનોટિંક્સ લિમિટેડમાં કરવામા આવશે. અગાઉ ૧૮ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ માનવરહિત પ્રથમ ફ્લાઇટનો પ્રયોગ પણ થઈ ચૂક્યો છે… સ્પેસ ક્રેપ્સુલ લાઇફ ક્ન્ટ્રોલ અને એન્ઘાંયરન્મેન્ટલ ક્ન્ટ્રોલથી સજ્જ હશે, ઉપરાંત આક્ રમક્ પરિં રથતિઓમાં તેમાંથી છટકીને બહાર નીક્ળવાની સિસ્ટમ પણ ફિટ કરવામા આવનાર છે. ભારતનું આ રપેસક્રાફ્ટ રશિયાના સોયુઝ, ચીનના શેન્ઝોઉ તેમજ નાસાના સંભવિત ઓરિંયન સ્પેસક્રાફટથી નાનું હશે, પરંતુ અમેરિકાના ભૂતકાળના જેમિની રપેસક્રાફ્ટથી થોડુંક મોટું હશે.

एक टिप्पणी भेजें

0टिप्पणियाँ

Thank you for comments

एक टिप्पणी भेजें (0)