देवी माँ के कदम आपके घर में आयें, आप ख़ुशी से नहायें, परेशानियाँ आपसे आँखें चुरायें, नवरात्रि की आपको ढेरों शुभ कामनाएं। शुभ नवरात्रि 2018.
अक्टूबर 10, 2018
0
*નવરાત્રી – પહેલું નોરતું*
આદિશક્તિ શ્રી દુર્ગાનું પહેલું સ્વરૂપ શ્રી શૈલીપુત્રીનું છે. આ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલીપુત્રી કહેવામાં આવે છે.
*નવરાત્રી – બીજું નોરતું*
આદિશક્તિ શ્રી દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. અહીંયા બ્રહ્મચારિણીનું તાત્પર્ય તપશ્ચારિણી છે. તેમણે ભગવાન શંકરને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલા માટે તે તપશ્ચારિણી અને બ્રહ્મચારિણીના નામથી ઓળખાય છે.
*નવરાત્રી – ત્રીજું નોરતું*
આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે શ્રી ચંદ્રઘંટા. આમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે.
*નવરાત્રી – ચોથું નોરતું*
આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે.
*નવરાત્રી – પાંચમું નોરતું*
આદિશક્તિ દુર્ગાનું પાંચમુ રૂપ એટલે શ્રી સ્કંદમાતા છે. શ્રી સ્કંદ (કાર્તિકેય) ની માતા હોવાને કારણે તેમને શ્રી સ્કંદમાતા કહેવામાં આવે છે.
*નવરાત્રી – છઠ્ઠું નોરતું*
આદિશક્તિ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે શ્રી કાત્યાયની. મહર્ષી કાત્યાયનીની તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો. એટલા માટે તે શ્રી કાત્યાયની કહેવાય છે.
*નવરાત્રી – છઠ્ઠું નોરતું (બિજી રાત્રી)*
આદિશક્તિ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે શ્રી કાત્યાયની. મહર્ષી કાત્યાયનીની તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો. એટલા માટે તે શ્રી કાત્યાયની કહેવાય છે.
*નવરાત્રી – સાતમું નોરતું*
આદિશક્તિ શ્રીદુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રી છે. આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રી કહેવાય છે.
*નવરાત્રી – આંઠમું નોરતું*
આદિશક્તિ દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે શ્રી મહાગૌરી. આમનો વર્ણ ગોરો છે એટલા માટે તેમને મહાગૌરી કહેવામાં આવે છે.
*નવરાત્રી – નવમું નોરતું*
આદિશક્તિ શ્રી દુર્ગાનું નવમું સ્વરૂપ એટલે શ્રી સિદ્ધિદાત્રીનું છે. આ બધા જ પ્રકારની સિધ્ધિઓની દાત્રી છે એટલા માટે તેને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે.
*વિજ્યાદશમી*
દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.
ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ આજનાં દિવસે ફાફડા અને જલેબી ખાઇને ઉજવે છે.
Tags
Thank you for comments