प्रधानमंत्री किसान सम्मान योजना क्या है.

Kundan
0

સાચી હકિકત

    એક ખાતામાં ( ૮ /અ ) એક થી વધુ ખેડૂત કુટુંબ આવતા હશે તો પણ દરેક કુટુંબદીઠ રૂ. 6000 ની સહાય મળવાપાત્ર થશે એટલે એક ખાતાદીઠ ગમે તેટલા કુટુંબ હોય, એક ખાતાદીઠ ફ્ક્ત રૂ. 6000 મળવાપાત્ર છે તેવી અફવાથી દોરવાશો નહી.
      ખાતામાં જેટલા કુટુંબ થશે તેટલા તમામ કુટુંબદીઠ રૂ. 6000 મુજબ દરેક કુટુંબને લાભ મળશે 
   



■  વ્યક્તિગત ખેડૂત તરીકે બે હેકટર સુધી જમીન ધારણ કરેલી હોય 

■  લેન્ડ રેકોર્ડેમાં એક કરતા વધુ જમીન ધારક ખેડૂત કુટુંબના નામ હોય અને કુલ જમીન બે હેકટર કરતા ઓછી હોય તે કિસ્સામાં રેકોર્ડમાં નામ ધરાવતા તમામ સ્વતંત્ર ખેડૂત કુટુંબને લાભ મળવાપાત્ર રહેશે. (દા.ત. બે હેક્ટર સુધી જમીન હોય અને એ ખાતામાં પાંચ નામ હોય, જેમાં પતિ-પત્ની અને ત્રણ બાળકો હોય અને ત્રણેય બાળકો પુખ્તવયના હોય તો અહી ચાર ખેડૂત કુટુંબ ગણાશે અને ચારેયને લાભ મળવાપાત્ર થશે) 

■  વ્યક્તિગત અને સંયુકત ખાતા પૈકી કોઈ એક અથવા બંનેમાં એક કરતાં વધુ જગ્યાએ જમીન ધારક ખેડૂત કુટુંબ તરીકે નામ ધરાવતા હોય તે કિસ્સામાં તેમના માલિકીપણા હેઠળ આવતી તમામ ખાતાની જમીન કુલ બે હેકટરની મર્યાદામાં હોય (દા.ત. ખેડૂત કુટુંબ પૈકી પતિનું નામ એક ખાતામાં હોય અને પત્નીનું નામ બીજા ખાતામાં હોય તો તેમના બંનેના ભાગે આવતી જમીન કુલ બે હેકટરની મર્યાદામાં હોય તો પણ લાભ મેળવવા પાત્ર રહેશે

■  લેન્ડ રેકોર્ડમાં ફુલ જમીન બે હેકટર કરતાં વધુ હોય અને એમાં સમાવિષ્ટ જમીન ધારક ખેડૂત કુટુંબમાં પ્રતિ ખેડૂત કુટુંબદીઠ જમીન બે હેકટરની મર્યાદામાં આવતી હોય તે કિસ્સામાં સમાવિષ્ટ તમામ ખેડૂત કુટુંબને લાભ મળવાપાત્ર રહેશે. (દા.ત. જમીનનું ખાતુ દસ હેકટરનું હોય અને એમાં કુલ આઠ નામ હોય જે પૈકી પતિ, પત્ની, ત્રણ પુખ્ત બાળકો અને ત્રણ અન્ય પુખ્ત સભ્યોના નામ હોય તો અહી… સાત ખેડૂત કુટુંબ થશે. જેથી તમાયના ભાગે મોટે ભાગે બે હેકટર કરતાં ઓછી જમીન થશે અને તેથી સાત ખેડૂત કુટુંબને લાભ મળવાપાત્ર થશે

આટલું કરો : 

■ ડિજીટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન લાભાર્થી તરીકે એન્ટ્રી કરાવો 
■ લાભાર્થી તરીકે એન્ટ્રીના તારીખ, સમય અને સ્થળ માટે તલાટીનો સંપર્ક કરો 
■ ડેટા એન્ટ્રી માટે જતા પહેલા ૭/૧ ૨, ૮/અ, બેન્ક પાસબુક, ચેકની નકલ, આધારકાર્ડની નકલ હાથવગી રાખો 
■ ડેટા એન્ટ્રી સમયે આ આધાર પુરાવા જમા કરાયો અને ડેટા એન્ટ્રી ફોર્મ સાથેનું એકરારનામુ સહી કરી જમા કરાવી 

ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ખૂબ મોટું પગલું સાબિત થશે તેનો લાભ લેવા સર્વે ખેડૂતોને વિનંતી શ્રી નીતિનભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી. ગુજરાત 




एक टिप्पणी भेजें

0टिप्पणियाँ

Thank you for comments

एक टिप्पणी भेजें (0)