વાર્તા- મહાભારતમાં એકલવ્યની કથા આપણને અનુશાસનનું મહત્ત્વ સમજાવે છે. એક દિવસ એકલવ્ય કૌરવ અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્ય પાસે પહોંચ્યા અને કહ્યું- ગુરુદેવ હું પણ ધનુર્વિદ્યા શીખવાનું ઇચ્છું છું, કૃપા કરીને મને પણ તમારો શિષ્ય બનાવી લો.
દ્રોણાચાર્યે કહ્યું, હું માત્ર રાજકુમારોને જ ધનુર્વિદ્યાનું જ્ઞાન આપું છું. એટલે તને પોતાનો શિષ્ય બનાવી શકીશ નહીં.
એકલવ્યએ તે સમયે મનમાં દ્રોણાચાર્યને પોતાના ગુરુ માની લીધા. તે જંગલમાં પોતાના ક્ષેત્રમાં પહોંચ્યો અને ત્યાં માટીથી દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી. એકલવ્ય રોજ ગુરુની મૂર્તિ સામે અનુશાસનમાં રહીને ધનુષ-બાણ ચલાવવાનો અભ્યાસ કરવા લાગ્યો.
મહાભારતમાં એકલવ્યની આ કથાને નિયમના સૂત્ર સાથે જોડવામાં આવી છે. જો કોઇ વ્યક્તિ નિયમ, અનુશાસન અને સમર્પણ સાથે કામ કરે છે તો શું પરિણામ મળી શકે છે, આ આપણે આ કથા દ્વારા સમજી શકીએ છીએ.
નિયમિત રૂપથી અભ્યાસ કરતા રહેવાથી એકલવ્ય બાણ છોડવા લાગ્યો અને પાછું મેળવવાની વિદ્યામાં નિષ્ણાત બની ગયો. એકવાર એકલવ્ય અભ્યાસ કરી રહ્યો હતો, ત્યારે એક કૂતરો ત્યાં આવીને ભસવા લાગ્યો. જેના કારણે એકલવ્યને અભ્યાસમાં મુશ્કેલી પડવા લાગી. ત્યારે તેણે એક સાથે સાત બાણ છોડ્યા અને કૂતરાના મુખને બંધ કરી દીધું.
તે સમયે કૌરવ અને પાંડવ પુત્ર દ્રોણાચાર્ય સાથે જંગલમાં ફરી રહ્યા હતાં. તે કૂતરો આ લોકો સામે પહોંચ્યો ત્યારે દ્રોણાચાર્ય અને રાજકુમાર તેને જોઇને આશ્ચર્ય પામ્યા. કૂતરાના મુખમાં એક સાથે આટલાં બાણ ખૂબ જ કુશળતા સાથે મારવામાં આવ્યાં હતાં, તેના મુખમાંથી લોહીનું એક ટીપું પણ નહોતું નીકળ્યું.
દ્રોણાચાર્ય અને રાજકુમાર કૂતરાના મુખમાં બાણ મારનાર ધનુર્ધરને શોધવા લાગ્યાં. થોડીવાર શોધતાં-શોધતા તે બધા એકલવ્ય પાસે પહોંચી ગયા. એકલવ્યે દ્રોણાચાર્યને પ્રણામ કર્યા અને જણાવ્યું કે હું તમારો જ શિષ્ય છું. દ્રોણાચાર્ય આ સાંભળીને આશ્ચર્ય પામ્યાં.
ત્યારે ગુરુએ પોતાના બધા શિષ્યોને કહ્યું, એકલવ્ય આજે આટલો નષ્ણાત એટલા માટે બન્યો છે કેમ કે તેની અંદર અનુશાસન, નિયમ અને સમર્પણનો પ્રભાવ છે. શિક્ષણના ક્ષેત્રમાં આ ત્રણેય વાતો ખૂબ જ જરૂરી છે.
બોધપાઠ- એકલવ્ય પાસે ગુરુ દ્રોણ હાજર હતા નહીં, પરંતુ તે ગુરુની હાજરીમાં પોતાના અનુશાસન અને સતત અભ્યાસ દ્વારા ધનુર્વિદ્યામાં નિષ્ણાત બની ગયો. આ જ વાત આપણે ધ્યાનમાં રાખવી જોઇએ. જો આપણે કઇંક શીખવાનું ઇચ્છિએ છીએ તો અનુશાસન, નિયમ અને સમર્પણ સાથે સતત અભ્યાસ કરતાં રહેવું જોઇએ.
Thank you for comments