પરમાણુ બોમ્બ વિશ્વવિનાશક કેમ છે?

Kundan
0


અત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન રશિયાના પ્રમુખ પુતિને અણુબોમ્બ નો ઉપયોગ કરવાની ધમકી પણ આપી છે. જેને કારણે દુનિયાભરના દેશો ચિંતિત છે, પણ શું તમે એ જાણો છો કે પરમાણુ બોમ્બ શું હોય છે” તે કેવી રીતે કામ કરે છે? તેનાથી કેટલુ નુકસાન થઇ શકે અને પરમાણુ હુમલાથી બચવું શક્ય છે? 

શું છે પરમાણુ બોમ્બ? 

પરમાણુ બોમ્બ સામૂહિક વિનાશ માટે બનાવવામાં આવેલું એક હથિયાર છે જે એટમિક ન્યુક્લિયરના વિભાજનથી ઉત્પન્ન થયેલી એનર્જીનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયાને પરમાણુ વિખંડન પણ કહેવામાં આવે છે જે પરમાણુ બોમ્બને જન્મ આપે છે. હજારો સૂરજ એકસાથે ઉદય થયા હોય તેવો પ્રકાશ અને ઊર્જા તેનાથી પેદા થાય છે. 

પરમાણુ બોમ્બના શોધક 


પરમાણુ બોમ્બની શોધ અમેરિકન વૈજ્ઞાનિક જુલિયસ રોબર્ટ ઓપનહાઈમર ની દેખરેખમાં થઈ હતી. તેમને ફાધર ઓફ્ધ એટમિક બોમ્બ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલું પરમાણુ બોમ્બનું પરીક્ષણ ૧ ૬ જુલાઈ, ૧૯૪૫માં લોસ એલામોસ, ન્યૂ મેક્સિકોના એક રણ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. એ જગ્યાનું નામ ધ ટ્રિનિટી સાઈટ રાખવામાં આવ્યું હતું. અહીં કરાયેલા વિસ્ફોટમાં લગભગ ૪૦ હજાર ફૂટ ઊંચું એક વિશાળ મશરૂમ આકારનું વાદળ બન્યું હતું. વિસ્ફોટનો પ્રભાવ ૧૬ કિલોમીટર સુધી ફેલાયેલો જોવા મળ્યો હતો. પરમાણુ બોમ્બની ક્ષમતા જોઈને અનેક કિલોમીટર દૂર બેઠેલા રોબર્ટ ઓપન હાઈમર પોતે ડરી ગયા અને ડર સાથે દબાયેલા અવાજમાં પોતાના સાથી વિજ્ઞાનિકો ને કહ્યું કે આ હથિયાર દુનિયામાં તબાહી લાવી શકે છે. ત્યાં હાજર સૌને એવું લાગ્યું હતું કે જાણે સૂરજ ધરતી ૫ર આવી ગયો હોય. 

પરમાણુ બોમ્બ કેવી રીતે ફાટે ? 

દરેક પરમાણુ (એટમ)ના કેન્દ્રમાં એક નાભિક એટલે કે ન્યુક્લિયર હોય છે. તે ન્યુક્લિયરને તોડીને અલગ કરવાથી અથવા બે ન્યુક્લિયરને એકસાથે જોડવા દરમિયાન વિપુલ પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન થાય છે. પરમાણુ હથિયાર તે ઊર્જાનો ઉપયોગ વિસ્ફોટ કરવા માટે કરે છે. આધુનિક પરમાણુ હથિયાર કેમિકલ વિસ્ફોટકો ના સંયોજન, પરમાણુ વિખંન અને પરમાણુ ફ્યૂઝન (સંયોજન, એકીકરણ.) દ્વારા કામ કરે છે. વિસ્ફોટક પરમાણુ સામગ્રીને કમ્પ્રેસ કરે છે જેનાથી વિખંડન થાય છે જે એક્સ-રેના રૂપમાં વિપુલ ઊર્જા ઉત્પન્ન કરે છે. તેનાથી પેદા થયેલું ઉચ્ચ તાપમાન અને દબાવ નો ઉપયોગ પરમાણુ ફ્યૂઝન માં કરવામાં આવે છે. 

પરમાણુ બમ્બ થી કેટલું નુકસાન થાય .


અમેરિકા દ્વારા જાપાનનાં હિરોશીમા અને નાગાસાકી શહેરો પર લિટલ બોય અને ફેટ મેન નામના પરમાણુ બોમ્બ ઝીંકવામાં આવ્યા હતા. પરિણામસ્વરૂપ ૧,૪૦,૦૦૦થી વધારે લોકો હિરોશિમામાં અને ૭૪,૦૦૦થી વધુ લોકો નાગાસાકીમાં મૃત્યુ પામ્યા હતા. હિરોશેમામાં બોમ્બ પડવાથી ૧૫ હજાર ટીએનટીનો વિસ્ફોટ થયો હતો અને ૭૦ ટકા ઇમારતો તબાહ થઈ ગઈ. વિસ્ફ્રોટ દરમિયાન ૫૦૦ મીટરના અંતર ધીમાં ૯૦ ટકા લોકો ત્રણ અઠવાડિયાંમાં જ ગભીર બળતરા અને વિકિરણને કારણે મૃ પામ્યા. વિસ્ફોટવાળી જગ્યાએ ૩ લાખ ડિ સેલ્સિયસ અને જમીનની દર લગભગ ૪ હજાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ ગયું હતું. ૧૦૦૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોજ્ઞન ફૂકાયું અને ૧૦ ચોરસ કિલોમીટરમાં ઊંડા ખાડા થઈ ગયા હતા. 

પરમાણુ બોમ્બ બનાવવા પાછળનું કારણ 

ઈ.સ. ૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાનના જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલર કે જે દુનિયા જીતવા માંગતો હતો 

તેના કારણે પરમાણુ બોમ્બ બનાવવાની હરીફાઈ શરૂ થઈ. જર્મનીના વૈજ્ઞાનિકોએ સૌથી પહેલાં પરમાણુનું વિભાજન કરી લીધું હતું જેનાથી તેઓ ન્યુંક્લયર બોમ્બ બનાવી શકે તેમ હતા અને બીજું વિશ્વયુદ્ધ તેના સહારે જીતી શકતા હતા. આ જ કારણ છે કે અમેરિકા ને ડર હતો કે જર્મની સૌથી પહેલાં પરમાણુ બોમ્બ તેયાર કરી લેશે તો હિટલર તેનો ઉપયોગ કરતા જરાય નહીં ખચકાય. ઈ.સ. ૧૯૩૩માં ડૉ. લિયો સ્જિલાર્ડે સૌથી પહેલાં ન્યુક્લિયર ચેન રિએક્શન થિયરી પ્રસ્તાવિત કરી હતી અને તેમને ડર પણ હતો કે જર્મન પણ એટમ બોમ્બ પર કામ કરી રહ્યા છે. તેથી તેમણે અમેરિકાના તે સમયના પ્રમુખ ફ્રેન્કલિન ડી. રુઝવેલ્ટને પત્ર લખ્યો. જેને રૃઝવેલ્ટે ગંભીરતાથી લીધો અને પછી ધ મેનહટન પ્રોજેક્ટ શરૂ થયો.. જેનો મુખ્ય ઉદ્દેશ જર્મની કરતાં પહેલાં બોમ્બ બનાવી લેવાનો હતો અને તે પાર પણ પડ્યો. જોકે, બે મહિના પહેલાં જ ૩૦ એપ્રિલ, ૧૯૪૫ના રોજ હિટલરે આપઘાત કર્યો હતો અને તેના સાત જ દિવસમાં ૭ મે, ૧૯૪૫ના રોજ જર્મનીએ આત્મસમર્પણ કરી દીધું હતું. 

પરમાણુ બમ્બ બચવું શક્ય છે? 

જ્યારે હિરોશિમા પર પરમાણુ હુમલો કરવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર પોલીસકર્મીઓએ એટમિક ચમક જોયા પછી એક ખાસ રીતથી સુપાઈ ને પોતાનો જીવ બચાવ્યો હેતો . આ પદ્ધતિને ડક એન્ડ કવર ના નામથી ઓળખવામાં આવે છે. 

પરમાણુ બોમ્બની સંખ્યા 

દુનિયાના નવ દેશો પાસે પરમાણુ હથિયારો છે. તે દેશ અને પરમાણુ બોમ્બની સખ્યા આ પ્રમાણે છે 

રશિયા 6255
અમેરિકા 5550
ચીન 350
ફાનસ  290
 બ્રિટન  225
ઈઝરાયલ  90
પાકિસ્તાન 165
નોર્થ કોરિયા  40થી50
ભારત 156






एक टिप्पणी भेजें

0टिप्पणियाँ

Thank you for comments

एक टिप्पणी भेजें (0)