Gujarati Garba lyrics

Kundan
0

આસમાની રંગની ચુંદડી રે 
આસમાની રંગની ચુંદડી રે 
આસમાની રંગની ચુંદડી રે, 
રૂડી ચુંદડી રે,માની ચુંદડી લહેરાય. 
ચુંદડી ચમકે તારલા રે , રૂડા તારલા રે,
 માની ચુંદડી લહેરાય. 
નવરંગે રંગી ચુંદડી રે, રૂડી ચુંદડી રે, 
માની ચુંદડી લહેરાય. 
ચુંદડીમાં ચમકે હીરલા રે,રૂડા હીરલા રે,
 માની ચુંદડી લહેરાય.
 શોભે મજાની ચુંદડી રે , રૂડી ચુંદડી રે,
 માની ચુંદડી લહેરાય. 
ચુંદડીમાં ચમકે મુખડું રે , રૂડું મુખડું રે , 
માની ચુંદડી લહેરાય.
 અંગે દીપે છે ચુંદડી રે, રૂડી ચુંદડી રે, 
માની ચુંદડી લહેરાય. 
પહેરી ફરે ફેર દૂદડી રે, ફેર ફૂદડીરે, 
માની ચુંદડી લહેરાય.
 લહેરે પવન ઉડે ચુંદડી રે , રૂડી ચુંદડી રે , 
માની ચુંદડી લહેરાય. 
આસમાની રંગની ચુંદડી રે , રૂડી ચુંદડી રે , 
માની ચુંદડી લહેરાય. 
*************************************
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
ચપટીભરી ચોખા ને ઘી નો છે દીવડો
 શ્રીફળ ની જોડ લઈને રે , 
હાલો હાલો પાવાગઢ જઈએ રે , 

ચપટી ભરી ચોખા ને ... 

સામેની પોળે થી માળીડો આવે ,
 ગજરા ની જોડ લઈને રે 
હાલો હાલો પાવાગઢ જઈએ રે , 

ચપટી ભરી ચોખા ને ... 

સામેની પોળે થી સોનીડો આવે , 
ઝુમ્મર ની જોડ લઈને રે 
હાલો હાલો પાવાગઢ જઈએ રે , 

ચપટી ભરી ચોખા ને ... 

સામેની પોળે થી કુંભારી આવે , 
ગરબા ની જોડ લઈને રે 
હાલો હાલો પાવાગઢ જઈએ રે , 

ચપટી ભરી ચોખા ને ... 

સામેની પોળે થી સુથારી આવે , 
બાજોટ ની જોડ લઈને રે 
હાલો હાલો પાવાગઢ જઈએ રે , 

ચપટી ભરી ચોખા ને ... 
***********************************

તારા વિના શ્યામ મને એકલડું લાગે
તારા વિના શ્યામ મને એકલડું લાગે , 
રાસ રમવા ને વહેલો આવજે ,...(૨)
 તારા વિના શ્યામ ....
 શરદપૂનમ ની રાતડી , ચાંદની ખીલી છે ભલીભાત ની , 
તું ન આવે તો શ્યામ , રાસ જામે ન શ્યામ ,
 રાસ રમવાને વહેલો આવ .. આવ .. આવ .. શ્યામ 
તારા વિના શ્યામ .... 
તારા વિના શ્યામ મને એકલડું લાગે , 
રાસ રમવા ને વહેલો આવજે ,...(૨) 
ગરબે ઘૂમતી ગોપીઓ ,સુની છે ગોકુળ ની શેરી ઓ , 
સુની સુની શેરીઓ માં , ગોકુળ ની ગલીઓ માં , 
રાસ રમવાને વહેલો આવ .. આવ .. આવ .. શ્યામ
 તારા વિના શ્યામ .... 
તારા વિના શ્યામ મને એકલડું લાગે , 
રાસ રમવા ને વહેલો આવજે ,...(૨) 
અંગ અંગ રંગ છે અનંગ નો , રંગ કેમ જાય તારા સંગ નો , 
તું ન આવે તો શ્યામ , રાસ જામે ન શ્યામ , 
રાસ રમવાને વહેલો આવ .. આવ .. આવ .. શ્યામ
 તારા વિના શ્યામ .... 
તારા વિના શ્યામ મને એકલડું લાગે , રાસ રમવા ને વહેલો... 
**
************************************

ઢોલીડા ઢોલ તું ધીમો વગાડ ના 
 ઢોલીડા ઢોલ તું ધીમો વગાડ ના ,ધીમો વગાડ ના ,
 રઢિયાળી રાતડી નો , જોજે રંગ જાય ના , ...(૨)
 ધ્રુજે ના ધરતી તો રમઝટ કહેવાય ના ,,......(૨) 
રઢિયાળી રાતડી નો , જોજે રંગ જાય ના , ...(૨)
 પૂનમ ની રાતડી ને આંખડી ઘેરાય નાં ,....... (૨)
 રઢિયાળી રાતડી નો , જોજે રંગ જાય ના , ...(૨)
 હો... ચકમકતી ચાલ અને ઘૂઘરી ઘમકાર ,
 હો... નૂપુર ના નાદ સાથે તાળીઓ ના તાલ ,
 ગરબામાં ઘૂમતા માં ને કોઇથી પહોચાય ના ,....(૨)
 રઢિયાળી રાતડી નો , જોજે રંગ જાય ના , ...(૨)
 હો... વાંકડિયા વાળ અને ટીલડી લલાટ ,
 હો.... મોગરાની વેણી માં શોભે ગુલાબ , 
નીરખી નીરખી ને મારું મનડું ધરાય ના ,....(૨)
 રઢિયાળી રાતડી નો , જોજે રંગ જાય ના , ...(૨)
 હો....સોળે શણગાર સજી , રૂપનો અંબાર બની ,
 હો... પ્રેમનું આંજણ આંજી , આવી છે માડી મારી ,
 આછી આછી ઓઢણી માં રૂપ માનું માયનહિ ...(૨)
 ઢોલીડા ઢોલ તું ધીમો વગાડ ના ,ધીમો વગાડ ના ,
 રઢિયાળી રાતડી નો , જોજે રંગ જાય ના , ...(૨) 
****************"""**"""""""******

કુમ કુમ ના પગલા પડ્યા
 કુમ કુમ ના પગલા પડ્યા માડી ના હેત ઢળ્યા ,
            જોવા લોક ટોળે વળ્યા રે 
મડી તારા આવવા ના એંધાણ થયા ... 
મડી તુજો પધાર સજી સોળે શણગાર , 
આવી મારે રે દ્વાર , કરજે પાવન પગથાર .. (૨)
 દીપે દરબાર ,રેલે રંગ ની રસધાર , 
ગરબો ગોળ ગોળ ઘૂમતો , થાયે સાકાર ... (૩)
 ચાચર ના ચોકે ચગ્યા , દીવાડીયા જ્યોતે ઝગ્યા , 
મંનડા હારો હાર હાલ્યા રે ... 
મડી તારા આવવા ના એંધાણ થયા ... 
કુમ કુમ ના પગલા પડ્યા માડી ના હેત ઢળ્યા , 
જોવા લોક ટોળે વળ્યા રે 
મડી તારા આવવા ના એંધાણ થયા ... 
માં તું તેજ નો અંબાર , માં તું ગુણ નો ભંડાર , 
માતુ દર્શન દેશે તો થશે , આનંદ અપાર ...(૨)
 ભવો ભવનો આધાર , દયા દાખવી દાતાર , 
કૃપા કરજે અમ રંક પર થોડી લગાર ...(૩)
 સુરજ ના તેજ તપ્યા , ચંદ્ર કિરણ હૈયે વસ્યા ,
 તારલિયા ટમ ટમ્યા રે.... 
મડી તારા આવવા ના એંધાણ થયા ...
 કુમ કુમ ના પગલા પડ્યા માડી ના હેત ઢળ્યા , 
જોવા લોક ટોળે વળ્યા રે ..... 
મડી તારા આવવા ના એંધાણ થયા ...
 તારો ડુંગરે આવાસ , બાણે બાણે તારો વાસ , 
તારા મંદિરીયે જોગણીયું રમે રૂડા રાસ ,
 પરચો દેજે હે માત , કરજે સૌ ને સહાય ...(૨)
 મળી હું છું તારો દાસ , તારા ગુણ નો હું દાસ ..(૩)
 મળી તારા નામ ઢળ્યા પરચા તારા ખલકે ચડ્યા , 
દર્શન થી પાવન થયા રે .... 
મડી તારા આવવા ના એંધાણ થયા ... 
કુમ કુમ ના પગલા પડ્યા માડી ના હેત ઢળ્યા , 
જોવા લોક ટોળે વળ્યા રે ..... 
મડી તારા આવવા ના એંધાણ થયા ... 
એક તારો આધાર ,તારો દિવ્ય અવતાર ,
 સહુ માનવ તણા , માડી ભાવ તું સુધાર , 
તારા ગુણલા આપર , તું છો સૌ ની તારણ હાર ,(૨)
 કરીશ સૌ નું કલ્યાણ , માત સૌ નો બેડો પાર ....(૩) 
માડી તને અરજી કરું , ફૂલડાં તારા ચરણે ધરું ,
 નમી નમી પાયે પડું રે ... 
મડી તારા આવવા ના એંધાણ થયા ...
 કુમ કુમ ના પગલા પડ્યા માડી ના હેત ઢળ્યા ,
 જોવા લોક ટોળે વળ્યા રે ..... 
મડી તારા આવવા ના એંધાણ થયા ... 
,👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
હું તો ગઇ'તી મેળે ... 
હું તો ગઇ'તી મેળે ... 
મન મળી ગયું એની મેળે ...મેળા માં , 
હૈયું હણાઈ ને ગયું તણાઈ ... 
જોબન ના રેલમાં , મેળા માં ....મેળા માં
 હું તો ગઇ'તી મેળે ...
 મેળે મેળાવનારો મેળો , રંગ રેલાવનાર મેળો ,
 મુલે મુલાવનાર મેળો , ભૂલે ભુલાવનાર મેળો ,
 ચિતડું ચકડોળ મારું આમ તેમ ઘૂમતું...
                      ને આંખ લડી ગઈ અલબેલા માં ,
 હૈયું હણાઈ ને ગયું તણાઈ ... 
જોબન ના રેલમાં , મેળા માં ....મેળા માં
 હું તો ગઇ'તી મેળે ...
 મેળા માં આંખ ના ઉલાળા , મેળા માં પાયલ ઝણકાર , 
કોઈના જાણે ત્યારે લાગે , કાળજડે આંખ્યું ના માર , 
                       હેલાતા રંગે રેલમાં , 
હૈયું હણાઈ ને ગયું તણાઈ ... 
જોબન ના રેલમાં , મેળા માં ....મેળા માં
 હું તો ગઇ'તી મેળે ...
👍👏👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏
કેસરિયો રંગ તને લાગ્યો
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા , 
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ . 
આસો ના નવરાત્રા આવ્યા અલ્યા ગરબા ,....૨
 ઝીણા ઝીણા જાળિયા મુકાવ્યા અલ્યા ગરબા ,.૨
 કંકુના સાથીયા પુરાવ્યા અલ્યા ગરબા , ......૨
 કોના કોના માથે ફર્યો અલ્યા ગરબા , .....૨
 નાની નાની બેનડી ના માથે અલ્યા ગરબા ,...૨
 કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા , ......૨
 ઘૂમતો ઘૂમતો આવ્યો અલ્યા ગરબા ,,... ૨
હરતો ને ફરતો આવ્યો આરાસુર ,,.... ૨
માં અંબા એ તને વધાવ્યો અલ્યા ગરબા ,...૨
 હરતો ને ફરતો આવ્યો પાવાગઢ ,,.... ૨
માં કાળી એ તને વધાવ્યો અલ્યા ગરબા ,...૨
 હરતો ને ફરતો આવ્યો માટેલગામ ,,... ૨
માં ખોડીયારે તને વધાવ્યો અલ્યા ગરબા ,....૨
 હરતો ને ફરતો આવ્યો શંખલપુર ,.... ૨
માં બહુચારે તને વધાવ્યો અલ્યા ગરબા ,...૨
 કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા , .... ૨

👏😁👏😁😁😁😄👏👏👏👏👏😁😁😄😀





एक टिप्पणी भेजें

0टिप्पणियाँ

Thank you for comments

एक टिप्पणी भेजें (0)