પતંગનું સાયન્સ

Kundan
0

હવામાં ઉડતી ટોપી સાથે પતંગની શોધ થઈ હતી, પતંગ ચગાવવા માટે કલાક દીઠ 6 કિમીની ઝડપે પવન આવવો જરૂરી
  • પતંગોનો ઉપયોગ ક્યારેક હવામાનની સ્થિતિ જાણવા માટે કરવામાં આવતો હતો
  • રાજસ્થાન, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં પતંગોત્સવ મોટા પાયે ઉજવવામાં આવે છે

                        પતંગ ચગાવવાનું અને પેચ લડાવવાનું પણ એક અલગ સાયન્સ છે. પતંગ ચગાવવા જઈ રહ્યા હો તો પહેલાં તેનું સાયન્સ સમજી લો. પતંગનું સીધું કનેક્શન બવા સાથે છે. જો તમે એવું ઇચ્છતા હો કે પતંગ આકાશમાં ગોળ-ગોળ ફરે તો કલાક દીઠ 6થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાવવો જરૂરી છે. પવનની સ્પીડ આ કરતાં ઓછી હોય કે વધારે હોય તો પતંગ ચગાવવો મુશ્કેલ થઈ શકે છે.

    સાયન્સ કહે છે કે, હવામાં ઉડાન ભરવાની પતંગની ક્ષમતા પણ તેની ડિઝાઇન અને તે કેવી રીતે બંધાયેલ છે તેના પર નિર્ભર હોય છે. સામાન્ય રીતે જ્યારે તેની નીચલી સપાટીથી હવાનું દબાણ આવે ત્યારે સામાન્ય કદનો પતંગ ઉડતો હોય છે.

    આજે મકરસંક્રાંતિ છે. આ પ્રસંગે જાણો વિશ્વમાં ક્યાં-ક્યાં તહેવારો પર પતંગ ચગાવવાનો રિવાજ છે, પેચ લડાવવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને પતંગ જીવનના કયા પાઠ ભણાવે છે...

    ચીનથી આવેલો પતંગ વિશ્વભરમાં છવાઈ ગયો
    પતંગની શોધ ચીનના શાનડોંગમાં થયો હતો. શરૂઆતમાં કંઇક એવી રીતે થઈ હતી કે ખેતરમાં એક ચીનનો ખેડૂત પોતાની ટોપીને હવામાં ઉડતી બચાવવા તેને એક દોરડા સાથે બાંધીને રાખતો હતો. જ્યારે પવન આવતો તો ઉડતી ટોપીનું દૃશ્ય ખેડૂત માટે રસપ્રદ હતું. આ સાથે જ ચીનમાં પતંગની શરૂઆત થઈ.

    કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે, 5મી સદીમાં ચીનના ફિલસૂફો મોજી અને લુ-બાને વાંસના કાગળની મદદથી પતંગની શોધ કરી હતી અને અહીંથી પતંગ ચગાવવાની શરૂઆત થઈ હતી.

    પતંગનો ઉપયોગ ક્યારેક સંદેશ મોકલવા માટે પણ થતો
    કાગળના પતંગો 549 ઇ.સ.થી લહેરાતા હતા કારણ કે, તે સમયે પતંગોનો સંદેશ મોકલવા માટે ઉપયોગ થતો હતો. મોટાભાગના લોકોનું માનવું છે કે, ચીની મુસાફરો હિનયાન અને હ્વેન સાંગ પતંગને ભારત લાવ્યા હતા. પતંગનો ઉપયોગ સૌપ્રથમ વાતાવરણમાં હવાના તાપમાન, દબાણ, ભેજ, પવન અને દિશાનો અભ્યાસ કરવા માટે કરવામાં આવ્યો હતો.

    વર્ષ 1898થી 1933 સુધી હવામાનશાસ્ત્રના બ્યુરોએ હવામાનના અભ્યાસ માટે પતંગ કેન્દ્ર બનાવ્યું હતું. અહીંથી હવામાનની આગાહી સૂચનોથી સજ્જ બોક્સ પતંગો ઉડાવીને હવામાન કેવું છે તે શોધવામાં આવતું હતું.

    પતંગ ચગાવવાના શોખીનોએ આ જગ્યાએ આવવું જોઇએ
    ગુજરાત અને ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લા પતંગના ધંધા માટે પ્રખ્યાત છે. બરેલી, અલીગઢ, રામપુર, મુરાદાબાદ અને લખનઉમાં તૈયાર થતી ફીરકી અને પતંગ રાજસ્થાન સહિતના ઘણા રાજ્યોમાં સપ્લાય કરવામાં આવે છે.

    તે જ રીતે, ગુજરાતમાં વડોદરા, સુરત, રાજકોટ અને અમદાવાદ જેવી જગ્યાએ પતંગના મોટા બજારો છે અને અહીં ઉજવવામાં આવતો ઉત્તરાયણનો તહેવાર વિશ્વભરમાં પ્રખ્યાત છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં મકરસંક્રાંતિ નિમિત્તે દેશમાં મોટા સ્તરે પતંગોત્સવ યોજવામાં આવે છે.

    Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતંગનું સાયન્સ:હવામાં ઉડતી ટોપી સાથે પતંગની શોધ થઈ હતી, પતંગ ચગાવવા માટે કલાક દીઠ 6 કિમીની ઝડપે પવન આવવો જરૂરી

    10 મિનિટ પહેલા

    ચીનથી લઇને સાઉથ આફ્રિકા સુધી પતંગ ઉડાવવાનો ઉત્સાહ અકબંધ

    • ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો પતંગોત્સવ દર વર્ષે સપ્ટેમ્બરમાં સિડનીમાં વિંડ્સના નામે ઉજવવામાં આવે છે.
    • પતંગોત્સવ દર વર્ષે એપ્રિલમાં ચીનના વેઇફાંગમાં યોજાય છે. અહીં એવું માનવામાં આવે છે કે ઉંચો પતંગ જોવાથી નજર સારી રહે છે.
    • જાપાનમાં દર વર્ષે મેના પહેલાં અઠવાડિયાંમાં હમામાત્સુના શિઝુકામાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીં એવું માનવામાં આવે છે કે, પતંગ ચગાવવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે.
    • ભારતમાં ખાસ કરીને મકરસંક્રાંતિ નિમિત્તે પતંગ ઉડાવવાનો રિવાજ છે. જાન્યુઆરીના પહેલાં અઠવાડિયાંમાં અમદાવાદ અને જયપુરમાં ભારતનો સૌથી મોટો કાઇટ ફેસ્ટિવલ યોજવામાં આવે છે.
    • બ્રિટનમાં દર વર્ષે ઓગસ્ટના બીજા અઠવાડિયાંમાં પોર્ટ્સમાઉથ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. લોકો અહીં ડિઝાઇનરથી લઈને 3D પતંગ ખરીદવા ભેગા થઆય છે.
    • દર વર્ષે 1 નવેમ્બરના રોજ ગ્વાટેમાલામાં કાઇટ્સ ઓફ સુપેન્ગોના નામથી પતંગોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં 15-20 મીટર પહોળા પતંગ ચગાવવામાં આવે છે.
    • ઇન્ડોનેશિયાના બાલી કાઇટ ફેસ્ટિવલમાં 4-10 મીટર પહોળા અને 100 મીટર પૂંછડીવાળા પતંગ ચગાવવામાં આવે છે. તે ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયાંમાં સેલિબ્રેટ કરવામાં આવે છે.
    • સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં જાન્યુઆરીના બીજા અઠવાડિયાંમાં ઇન્ટરનેશનલ કાઇલ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે.
    • અમેરિકામાં ધ ઝિલ્કર કાઇટ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે છે. મ્યુઝિક કોન્સર્ટથી લઈને દરેક વય જૂથ માટેની સ્પર્ધાઓ અહીં દર માર્ચમાં યોજવામાં આવે છે.
    • ઇટાલીમાં સર્બિયા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ દર વર્ષે એપ્રિલમાં ઉજવવામાં આવે છે.

एक टिप्पणी भेजें

0टिप्पणियाँ

Thank you for comments

एक टिप्पणी भेजें (0)