બાળક જન્મે એ પહેલાં તેને આ જગતનો ખ્યાલ સ્વપ્ન જેવા અનુભવથી આપી દેવામાં આવ્યો
હોય છે. અમેરિકાની યેલ યુનિવર્સિટીના નિષ્ણાતોએ તાજેતરમાં કરેલા અભ્યાસમાં આ વાત
જાણવા મળી છે. તેમણે જન્મ લેવા તેયાર ગર્ભસ્થ શિશુ અને જન્મ લીધા પછીના દિવસોમાં
એ જ શિશુના મગજના તરંગોનો અને તેની વર્તણૂકનો બારીકાઈથી અભ્યાસ કરતાં તારણ મળ્યું
કે જન્મ પછી બાળકને અનેક વાતોની ખબર જ હોય છે.
બાળકને જન્મ પછી માતાનાં સ્તન પાસે
મૂકતાં જ એ તરત સ્તનપાન કરવા લાગે છે. તેને સ્તનપાન કરવાની તાલીમ આપવી પડતી નથી.
તેને આ તાલીમ અગાઉથી મળેલી જ હોય છે. આવું શી રીતે શક્ય હોય? વિજ્ઞાનીઓ કહે છે કે
આ તાલીમ તેને ગર્ભમાં જ મળી જાય છે. ગર્ભમાં તે છ મહિનાનું થઈ જાય એ પછી માતાના
શરીરની બહાર, આસપાસમાં થતી દરેક પ્રવૃત્તિ તેને સ્વપ્નની જેમ અનુભવ થયા કરે છે.
તેમાં કાલ્પનિક દ્રશ્યો અને વાસ્તવિક અવાજ હોય છે. તેને આપણે વાસ્તવિક જગતનાં
સપનાં કહી શકીએ.ll બિલકુલ પેલા સ્ટિમ્યુલેટર યંત્રમાં બેઠું હોય તેવો અનુભવ! તેના
મગજમાં આ તમામ દ્રશ્યોની .નોંધ થતી રહે છે. બધાં સપનાં નોંધાતાં રહે છે, એટલે કે
તેના મગજમાં જન્મ પહેલાં જ બેઝિક પ્રોગ્રામ લખાઈને તેયાર થઈ જાય છે. એના આધારે એ
જન્મ પછીનું જીવન આરંભ કરી શકે.
આપણા સમાજમાં વિજ્ઞાન અને વેજ્ઞાનિક પ્રયોગોનું
અસ્તિત્વ નહોતું ત્યારથી માત્ર અનુભવના આધારે વડવાઓએ તારણ મેળવ્યું હતું કે બાળક
માતાના ગર્ભમાં હોય ત્યારે માતાના શરીરની આસપાસ બનતી ઘટનાઓ અને સંભળાતા અવાજ તેના
મગજમાં ઝિલાઈને નોંધાતા રહે છે. તેને આપણી સંસ્કૃતિમાં ગર્ભસંસ્કાર નામ આપવામાં
આવ્યું હતું. આ વાત સમજાયા પછી ગર્ભવતી માતા સાથે કેવો વ્યવહાર કરવો, કેવી વાત
કરવી અને તેને કેવા વાતાવરણમાં રાખવી એના નિયમો ઘડવામાં આવ્યા હતા.
વડવાઓ તો
ગર્ભસંસ્કારથી એક ડગલું આગળ જઈને સમાગમ-સંકલ્પ સુધી નિયમ ઘડી શક્યા હતા. આજે
મોટાભાગના લોકોને યાદ પણ નહીં હોય કે પરિણીત સ્ત્રી-પુરૃષે દર વખતે સમાગમ કરતાં
પહેલાં આ પરમ આનંદનો અવસર આપવા બદલ ઈશ્વરનો આભાર માની આ સમાગમ થકી જન્મનાર બાળક
આજ્ઞાકારી, ધર્મનાં કર્મ કરનાર, પ્રતાપી, બુદ્ધિવાન હોય તેવો સંકલ્પ કરવાનો હોય
છે. આ હકીકત હવે વેજ્ઞાનિકો પ્રયોગ કરીને સાબિતી સાથે આપણને જણાવી રહ્યા છે. હવે
તો આપણે એને માની જ લેવી જોઈએ. તો જન્મ પહેલાંના ગર્ભસંસ્કાર આ રીતે મળે છે. હવે
જન્મ પછીના સંસ્કાર પણ બાળકને તેની માતાની આસપાસના પર્યાવરણમાંથી જ મળે છે. તે
પોતાની આસપાસ પોતાની માતા, પિતા, ભાઈ-બહેન, મામા, કાકા, કોઈ, ફુઆ, દાદા, દાદી,
પાડોશીઓ, સ્નેહીઓ જે કંઈ કરે છે એ જોઈ-સાંભળીને વાસ્તવિક સપનાની જેમ નોંધતું જાય
છે. એની પાકી નોંધ બાળકના” મનમાં થતી જાય છે. એના આધારે તેનું પ્રોગ્રામિંગ થાય
છે. એટલે કે તેનું મગજ કેવા સંજોગોમાં, શું કરવું એની સમજણ મેળવતું જાય છે. આનો
અર્થ એ થયો કે બાળકને સારા સંસ્કાર આપવાના નથી હોતા. એ તો પોતાના સંસ્કાર આપોઆપ
મેળવી લે છે. માતા-પિતા, પરિવાર અને પાડોશમાં જે થતું હોય તે મુજબ કરવાની સમજણ
તેને આપોઆપ મળતી રહે છે. અહીં બાળકને બોલીને આપવામાં આવતા સંસ્કાર કશા કામના નથી
એ ખાતરીથી માની લેવું અનિવાર્ય છે. સંસ્કાર તો તમે બધા જે કંઈ કરો છો, બોલો છો,
વિચારો છો એના આધારે આપોઆપ મળતા રહે છે. બાળક માત્ર એના આધારે જ સંસ્કાર મેળવે
છે. અહીં એક સવાલ જાગવો સ્વાભાવિક છે કે બાળકને સ્તનપાનની સમજણ શી રીતે મળે? એ તો
માતાની આસપાસ કોઈએ કર્યું નથી હોતું! કોઈએ બોલી બતાવ્યું નથી હોતું! દરેક બાળકમાં
સ્તનપાન કરવાના, કશુંક ધ્યાન ખેંચવું હોય તો રડવાના વગેરે સંસ્કાર આદિમ હોય છે.
તે કરોડો વર્ષથી આપણને ડીએનએ દ્વારા મળતા રહે છે. આવા પાયાના આદિમ સંસ્કાર ઉપરાંત
બીજા અનેક સંસ્કાર મેમરી(યાદ) બનીને ડીએનએ દ્વારા બાળકના મનમાં નોંધાયેલા હોય છે.
તે ગમે ત્યારે અચાનક બાળકને યાદ આવી જાય અને તે ગર્ભમાં કે પર્યાવરણમાં મળેલા
સંસ્કારથી સાવ જુદું વર્તન કરવા લાગી શકે.
વડવાઓ તેને પૂર્વજન્મના સંસ્કાર કહેતા
હતા. અહીં જરાક ગરબડ સર્જાઈ જણાય છે. કદાચ બોલવામાં અપભ્રંશ થઈને શબ્દ બદલાઈ ગયો
છે. એ બાળકના પૂર્વજન્મના નહીં, તેના પૂર્વજ (પૂર્વે જન્મેલા)ના સંસ્કારો હોય છે
જે ડીએનએમાં નોંધાઈને વારસામાં આવ્યા હોય છે. નહીંતર ન્યૂટનને ગુરુત્વાકર્ષણ કોણે
સમજાવ્યું હોય! લિયોનાર્દો દ વિન્ચીને હેલિકોપ્ટર વિકસવવાની પ્રેરણા કોણે આપી
હોય? એ પૂર્વજોના અનુભવોના આધારે મળેલી યાદોના સરવાળામાં તેની પોતાની
બુદ્ધિપ્રતિભા સરવાળો થતાં આવતું રેન્ડમ(આકસ્મિક) પરિણામ હોય છે. આવનારા દિવસોમાં
આ હકીકત પણ વેશજ્ઞાનિક પ્રયોગોથી સાબિત થશે.
Thank you for comments