રાત્રિના અંધારામાં બિલાડીની આંખો ચમકવાનું કારણ શું? સાવ કાજળધેરો અંધકાર હોય ત્યારે એમ બનવું સકિય નથી. થોડોક પ્રકાશ બિલાડી પર પડવો જોઇએ; પછી ભલે એટલો ઝાંખો હોય કે ખુદ બિલાડીને આપણે દેખી ન શકીએ.
બિલાડી cat family બિડાલ કુળનું પ્રાણી છે. વાઘનીઅને દોપડાની સગી છે. એક સમયે તેના પૂર્વજો જંગલી અવસ્થામાં રહેતા અને વાઘ-દીપડાની જેમ રાત્રે જ શિકાર કરતા, પરતુ માનવજાત સાથે હળી ગયેલી વર્તમાન બિલાડી નિશાચરને બદલે દિવાચર છે. કેઇ નહી તો વધુ સમય તે દિવસે જાગૃતાવસ્થામાં વીતાવે છે. આમ છતાં નીશાચર પ્રાણી તરીકે એ મીનીબાઇને નેચરલ સિલેક્શન દ્વારા જે સુવિધા મળેલી તે હજી લગભગ યથાવત્ છે. રાત્રિ દરમ્યાન કુદરતે પ્રકાશનું રેશાનિંગ દાખલ ક્યુ હોય છે. આથી જે થોડોક પ્રકાશ એ વખતે ઉપલબ્ધ હોય તેનો બિલાડીએ છેવટના ફોટોન સુધી ઉપયોગ કરવો રહ્યો. આના માટે સુવિધાના નામે બિલાડીની આંખમાં નેત્રપટલના પાછલા ભાગમાં taptum lucibUm નામનુ ખાસ પરિવતક reflective પડ છે. નેત્રપટલ પર ઝીલાયા બાદના 'વધ્યાંઘટ્યાં' પ્રકાર્શકેરણો તેના પર આપાત થાય છ અને taptum તેમને ફરી નેત્રપટલ તરફ પરાવર્તિત કરે છે. આ reflective આપણ ને ચમકતી આંખોરૂપે દેખાય છે.
Thank you for comments